હનફી ફિકહમાં કસરની સમજુતી
કસર (ટૂંકાવવું) એ શરીઅતની એક રિયાયત છે જેમાં મુસાફિર 4 રકાત ફર્ઝ નમાઝને બદલે 2 રકાત પઢે છે. હનફી મઝહબમાં એકલા નમાઝ પઢનાર કે ઈમામ બનનાર મુસાફિર માટે કસર કરવું વાજિબ છે.
કઈ કઈ નમાઝો કસર થાય છે?
| Salah | Normal Fard | Traveller Qaṣr Fard | Ruling |
|---|---|---|---|
| Fajr | 2 Rak‘at | 2 Rak‘at | No Change |
| Zuhr | 4 Rak‘at | 2 Rak‘at | Shortened (Qaṣr Wajib) |
| Asr | 4 Rak‘at | 2 Rak‘at | Shortened (Qaṣr Wajib) |
| Maghrib | 3 Rak‘at | 3 Rak‘at | No Change |
| Isha | 4 Rak‘at | 2 Rak‘at | Shortened (Qaṣr Wajib) |
| Witr | 3 Rak‘at | 3 Rak‘at | No Change |
જો મુસાફિર ઉતાવળમાં કે સવારી છૂટી જવાના ડરમાં હોય તો સુન્નતે મુઅક્કદા છોડી શકાય છે. પરંતુ હોટલ કે રોકાણના સ્થળે શાંતિથી રોકાયેલ હોય તો સુન્નત (ખાસ કરીને ફજ્રની સુન્નત) પઢવી અફઝલ છે.